Homeपुण्यतिथिબામરોલી ગામમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય...

બામરોલી ગામમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી

જિલ્લો – પંચમહાલ | તાલુકો – શહેરા | સ્થળ – બામરોલી

જય જોહાર, જય આદિવાસી” ના ગાન સાથે બામરોલી ગામમાં આજે જળ, જંગલ, જમીન અને જનજાતીય સંસ્કૃતિના રક્ષક, મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી।

કાર્યક્રમમાં ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચેતર વસાવા સાહેબે વિશેષ ઉપસ્થિતિ આપી અને કાર્યક્રમમાં સહભાગી થવાનો માન પ્રાપ્ત કર્યો।

ધારાસભ્ય ચેતર વસાવાની પ્રેરણાદાયક વાણી

તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે —

  • ભગવાન બિરસા મુંડા એ પોતાના જીવનનો દરેક ક્ષણ સમાજ, સંસ્કૃતિ અને આદિવાસી હિત માટે સમર્પિત કર્યો હતો।

  • તેઓ આજે પણ જનજાતીય સમાજની આસ્થા, શક્તિ અને સંવેદનાઓમાં જીવંત છે।

  • બિરસાનું જીવન સંઘર્ષ, સ્વાભિમાન અને સંસ્કૃતિ रक्षाનું શક્તિશાળી પ્રતીક છે।

તેમણે યુવાનોને સંદેશ આપ્યો કે આપણું ઇતિહાસ, પરંપરા અને મૂલ્યોને સન્માનિત કરીને આગળ વધવાનું છે।

કાર્યક્રમમાં જનતાનો ઉમળકો

આજના કાર્યક્રમમાં —

  • અધિકારીશ્રીઓ

  • કાર્યકર્તાઓ

  • ભાઈઓ-બહેનો

  • સ્થાનિક મહાનુભાવો

મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રભાવશાળી સંસ્કૃતિક કાર્યક્રમો, બિરસા મુંડાના જીવન પર આધારિત પ્રસ્તુતિઓ અને પરંપરાગત ગીત-નૃત્ય દ્વારા કાર્યક્રમમાં વિશેષ ઉર્જા છવાઈ ગઈ।

    રિપોર્ટર – વનરાજ રાવલ

સવાદદાતા – પંચમહાલ, મહીસાગર, દાહોદ
Gujarat Pravasi News

RELATED ARTICLES

Most Popular