Homeગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતભરમાં મહાઆરતીનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતભરમાં મહાઆરતીનું આયોજન

‘12 વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ’ અભિયાન અંતર્ગત રાજ્યના અગ્રણી દેવસ્થાનોમાં યોજાશે વિશેષ પ્રાર્થના કાર્યક્રમો

અમદાવાદ, તા. 9 જૂન: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી સ્તરે ‘12 વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે 10 જૂન, બુધવારના રોજ ગુજરાતના વિવિધ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા દેવસ્થાનોમાં મહાઆરતી અને વિશેષ પ્રાર્થના કાર્યક્રમો યોજાશે.

આ કાર્યક્રમોમાં રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો, ભાજપના પ્રદેશ પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી દેશની પ્રગતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરશે.

રાજ્યના મુખ્ય કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અડાલજ સ્થિત ત્રિમંદિર-દાદા ભગવાન મંદિર ખાતે મહાઆરતીમાં હાજરી આપશે, જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરમાં યોજાનારા કાર્યક્રમમાં જોડાશે.

ભાજપના જણાવ્યા અનુસાર આ અભિયાનનો હેતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશે વિકાસ, સુશાસન, આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ, ડિજિટલ પરિવર્તન અને વૈશ્વિક ક્ષેત્રે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડવાનો છે.

વિવિધ દેવસ્થાનોમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો

ક્રમ મહાનુભાવનું નામ હોદ્દો દેવસ્થાન
1 શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ત્રિમંદિર-દાદા ભગવાન મંદિર, અડાલજ
2 શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ભાજપ પ્રદેશ અધ્યક્ષ હાટકેશ્વર મહાદેવ મંદિર, વડનગર
3 શ્રી જીતુભાઈ વાઘાણી મંત્રી ખોડલધામ મંદિર, કાગવડ
4 શ્રી કાંતિભાઈ અમૃતિયા મંત્રી ઉમિયા માતાજી મંદિર, ઊંઝા
5 શ્રીમતી દરબારબા જાડેજા મંત્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા
6 શ્રી પ્રવીણકુમાર માળી મંત્રી અંબાજી મંદિર
7 શ્રી પી.સી. બરંડા મંત્રી શામળાજી મંદિર
8 ડૉ. જયરામ ગમીત મંત્રી ઉનાઈ માતાજી મંદિર
9 શ્રી સંજયસિંહ મહીડા મંત્રી ફાગવેલ ધામ
10 શ્રી કમલેશભાઈ પટેલ મંત્રી બહુચરાજી માતાજી મંદિર
11 શ્રી રમેશભાઈ કટારા મંત્રી પાવાગઢ મહાકાળી મંદિર
12 શ્રીમતી દર્શનાબેન વાઘેલા મંત્રી જગન્નાથ મંદિર, અમદાવાદ
13 શ્રી કૌશિકભાઈ વેકરિયા મંત્રી સોમનાથ મહાદેવ મંદિર
14 શ્રી વિજયભાઈ પટેલ મંત્રી શબરીધામ
15 શ્રી રમણભાઈ સોલંકી મંત્રી રણછોડરાયજી મંદિર, ડાકોર

ભાજપના પ્રદેશ મહામંત્રીઓની ઉપસ્થિતિ

ક્રમ મહાનુભાવનું નામ હોદ્દો દેવસ્થાન
1 શ્રી પ્રશાંતભાઈ કોરાટ પ્રદેશ મહામંત્રી દેવમોગરા ધામ
2 શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ પ્રદેશ મહામંત્રી હાટકેશ્વર મહાદેવ મંદિર, વડનગર
3 શ્રી અનિરુદ્ધભાઈ દવે પ્રદેશ મહામંત્રી માતાનો મઢ, કચ્છ
4 શ્રી હિતેન્દ્રભાઈ ચૌહાણ પ્રદેશ મહામંત્રી પાવાગઢ મહાકાળી મંદિર

રાજ્યભરમાં યોજાનારી મહાઆરતી દરમિયાન દેશની એકતા, અખંડિતતા, વિકાસ અને સમૃદ્ધિ માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવશે. સાથે જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો પણ આ કાર્યક્રમોમાં જોડાઈ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળના વિકાસયાત્રાના 12 વર્ષને ઉજવશે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાનારા આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો દ્વારા વિકાસ અને જનકલ્યાણના સંદેશને વધુ વ્યાપક બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના અગ્રણી દેવસ્થાનોમાં યોજાનારી મહાઆરતીને લઈને કાર્યકરો અને શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ : ગુજરાત પ્રવાસી ન્યૂઝ

RELATED ARTICLES

Most Popular