Home प्रदेश નૂતન વર્ષમાં આત્મનિર્ભરતાનો સંકલ્પ: સંતરામપુરમાં “આત્મનિર્ભર ભારત સ્નેહમિલન” ઉજવાયું

નૂતન વર્ષમાં આત્મનિર્ભરતાનો સંકલ્પ: સંતરામપુરમાં “આત્મનિર્ભર ભારત સ્નેહમિલન” ઉજવાયું

0
નૂતન વર્ષમાં આત્મનિર્ભરતાનો સંકલ્પ: સંતરામપુરમાં “આત્મનિર્ભર ભારત સ્નેહમિલન” ઉજવાયું

નવું વર્ષ, નવી ઊર્જા – આત્મનિર્ભર ભારત સ્નેહમિલન
સંતરામપુર તાલુકાના મોટી ભુગેડી ખાતે આજે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ૧૩૨ નં. સંતરામપુર વિધાનસભાની ૮ – ગોઠીબ જિલ્લા પંચાયત સીટ દ્વારા “આત્મનિર્ભર ભારત સ્નેહમિલન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની અધ્યક્ષતા વિસ્તારના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરે કરી.

આ અવસરે “હર ઘર સ્વદેશી, ઘર–ઘર સ્વદેશી”ના સંકલ્પને જીવનમાં ઉતારવાનો સૌએ એકમતથી સંકલ્પ વ્યક્ત કર્યો. સ્વદેશી અપનાવવાની પ્રતિબદ્ધતા આર્થિક આત્મનિર્ભરતાની દિશામાં મહત્વપૂર્ણ કદમ ગણાવવામાં આવી.

મટદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) અંતર્ગત માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું.

કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લાના પ્રમુખ દશરથસિંહ બારીયા,Santરામપુર તાલુકા મંડળ પ્રમુખ ભરતભાઈ પટેલ, મહામંત્રી તેરસિંગભાઈ નિનામા, Santરામપુર તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઈ, પ્રદેશ આદિજાતિ મોરચા પ્રમુખ રમેશભાઈ ભાભોર, જિલ્લામાંના સભ્ય પ્રકાશભાઈ કટારા, સર્પંચગણ, શક્તિકેન્દ્રના પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટર: વનરાજ રાવલ, સવાદદાતા – પંચમહાલ, મહીસાગર, દાહોદ

www.gujaratpravasi.com    Cont..8141022666

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here