Home જનસેવા સંકલ્પ જનસેવા સંકલ્પ કાર્યક્રમ: કર્ણાવતી અને વડોદરામાં ભાજપા ઉમેદવારોને અપાયો જનસેવાનો સંકલ્પ

જનસેવા સંકલ્પ કાર્યક્રમ: કર્ણાવતી અને વડોદરામાં ભાજપા ઉમેદવારોને અપાયો જનસેવાનો સંકલ્પ

0
જનસેવા સંકલ્પ કાર્યક્રમ: કર્ણાવતી અને વડોદરામાં ભાજપા ઉમેદવારોને અપાયો જનસેવાનો સંકલ્પ
અમદાવાદ/વડોદરા।
ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા રાજ્યભરમાં આયોજિત ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ અંતર્ગત કર્ણાવતી અને વડોદરા મહાનગરોમાં ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભાજપા ઉમેદવારોને જનસેવા માટે પ્રતિબદ્ધ થવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો।
કર્ણાવતી મહાનગર ખાતે કાંકરિયા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા પાસે આયોજિત કાર્યક્રમમાં ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કર્ણાવતી મહાનગરના ૪૮ વોર્ડના તમામ ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો। આ પ્રસંગે ઉમેદવારોએ ભાજપાની અંત્યોદય અને વિકાસની વિચારધારાને અનુસરતા જનતા વચ્ચે રહી કાર્ય કરવાની તથા નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી।
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ પંડ્યા, કર્ણાવતી મહાનગર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા સહિત અનેક ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।
તે જ રીતે વડોદરા મહાનગર ખાતે કાલાઘોડા સર્કલ નજીક આયોજિત કાર્યક્રમમાં હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીમાં વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લીધો હતો।
વડોદરાના કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી ડૉ. મનિષાબેન વકિલ, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુક્લા, વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોની સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા।
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉમેદવારોને જનતાની સેવા માટે પ્રતિબદ્ધ બનાવવાનો અને ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ સશક્ત બનાવવાનો છે। રાજ્યભરના તમામ ૧૫ મહાનગરપાલિકાઓમાં આવા કાર્યક્રમો યોજાતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો।
 રિપોર્ટ: બ્યુરો રિપોર્ટ
 ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
🌐 www.gujaratpravasi.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here