અમદાવાદ/રાજકોટ।
ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં આજે ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલ આ કાર્યક્રમ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે।


રાજકોટ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે કર્ણાવતી મહાનગરમાં ભુપેન્દ્રભાઈ પટેલએ ઉપસ્થિત રહી ભાજપા ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો। વડોદરામાં હર્ષભાઈ સંઘવીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો। અન્ય ૧૨ મહાનગરપાલિકાઓમાં પણ પ્રદેશ ભાજપા દ્વારા નિયુક્ત આગેવાનોની હાજરીમાં સમાન કાર્યક્રમો યોજાયા હતા।
કાર્યક્રમ અંતર્ગત વિવિધ શહેરોમાં પ્રભાવશાળી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરત ખાતે કારગીલ ચોક પર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, જામનગરમાં પરષોત્તમભાઈ રૂપાલા, ભાવનગરમાં આર.સી. ફળદુ, વાપીમાં ગણપતભાઈ વસાવા અને નવસારીમાં કનુભાઈ દેસાઈએ ઉમેદવારોને બંધારણીય મૂલ્યો અને ભાજપાની વિચારધારા અનુસાર જનસેવામાં પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો।
આ ઉપરાંત મહેસાણા, ગાંધીધામ, આણંદ, નડિયાદ, પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં પણ પૂર્વ મંત્રીઓ અને પ્રદેશ આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા હતા। તમામ સ્થળોએ કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો હતો।

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાજપા ઉમેદવારોને જનસેવા માટે પ્રતિબદ્ધ બનાવવાનો અને ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ મજબૂત કરવાનો છે।
કાર્યક્રમ દરમિયાન પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, અજયભાઈ બ્રહ્મભટ્ટ, રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ આગામી ચૂંટણીમાં ભાજપાના પ્રચંડ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો।
રિપોર્ટ: બ્યુરો રિપોર્ટ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
🌐 gujaratpravasi.com