અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર અને સંગઠનાત્મક બેઠકઓનો દોર તેજ બન્યો છે. આ પરિસ્થિતિમાં જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક સાધી ચૂંટણી માટે મજબૂત વ્યૂહરચના ગોઠવવામાં આવી રહી છે

કર્ણાવતી મહાનગરના વિરાટનગર વોર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયમાં યોજાયેલ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવું, સરકારની યોજનાઓને ઘેરઘેર પહોંચાડવી અને મતદાતાઓ સાથે સીધો સંપર્ક વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


આ પ્રસંગે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. તમામ ઉપસ્થિતોએ ભાજપાના ઉમેદવારોના ભવ્ય વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રદેશ અધ્યક્ષશ્રીએ કાર્યકર્તાઓને એકતા સાથે કાર્ય કરવાની અપીલ કરતા જણાવ્યું કે ભાજપાની નીતિઓ અને વિકાસના કાર્યોના આધારે જનતા ફરી એકવાર પાર્ટી પર વિશ્વાસ મૂકાશે.
આ બેઠકએ ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ સશક્ત બનાવવાનો સંદેશ આપ્યો છે અને ભાજપાના કાર્યકર્તાઓમાં નવી ઊર્જા ભરી છે.
રિપોર્ટ: બ્યુરો રિપોર્ટ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ