Homeप्रदेशનરસિંગપુર શ્રી મુરલીધર વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનું “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26” યોજાયું

નરસિંગપુર શ્રી મુરલીધર વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનું “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26” યોજાયું

વિસ્તારના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડિંડોર સહિત જિલ્લાના ગણમાન્ય આગેવાનોની હાજરીમાં બાળકોની વૈજ્ઞાનિક પ્રતિભા અને સર્જનાત્મકતા ઝળહળી


સંતરામપુર તાલુકાના નરસિંગપુર સ્થિત શ્રી મુરલીધર વિદ્યાલય ખાતે આજે G.C.E.R.T, ગાંધીનગરની પ્રેરણાથી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન–સંતરામપુર, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને જિલ્લા શિક્ષણ સમિતિ–મહીસાગર દ્વારા જિલ્લા કક્ષાનું “વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2025-26” ભવ્ય રીતે યોજાયું હતું.

આ પ્રદર્શનનો મુખ્ય હેતુ બાળકોમાં સંશોધન પ્રત્યે રુચિ વિકસાવવી, તેમની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવી અને વિજ્ઞાન ક્ષેત્રે નવીનતા તથા સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો હતો.

કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે ઉપસ્થિત રહી બાળકોના ઉત્સાહને વધાર્યો. તેમણે સરકાર દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કરવામાં આવતા પ્રયત્નોની ચર્ચા કરતા જણાવ્યું કે બાળકો વધુમાં વધુ આકર્ષિત થઈને વૈજ્ઞાનિક ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

આ પ્રસંગે મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, મહીસાગર જિલ્લા પ્રમુખશ્રી દશરથસિંહ બારીયા, રામ કેળવણી મંડળના પ્રમુખશ્રી જે.પી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મુનિયા સાહેબ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી પિનાકિન શુક્લ, ડાયટ પ્રાચાર્યશ્રી કનુભાઈ પટેલ, આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત

બાળકોએ વિવિધ વૈજ્ઞાનિક મોડેલ, ગણિતીય નવીન પ્રયોગો અને પર્યાવરણ સંરક્ષણ સંબંધિત રજૂઆતો દ્વારા પોતાની સર્જનાત્મક પ્રતિભાનો સુંદર પ્રદર્શન કર્યું, જેને સૌએ બિરદાવ્યું.

રિપોર્ટર: વનરાજ રાવલ
સવાદદાતા: પંચમહાલ–મહીસાગર–દાહોદ             

RELATED ARTICLES

Most Popular