સુરત શહેરના ઉધના વિસ્તારમાં ફરિયાદી સાથે જૂની અદાવતને લઈ થયેલી બોલાચાલી દરમિયાન આરોપી વિશાલ ઉર્ફે ભૂષણ વિજયભાઈ પાટીલ દ્વારા ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. વાતોમાં તાવ ચડી જતા આરોપીએ ફરિયાદીને છાતીના ભાગે ચપ્પુથી ઘાતક વાર કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલા પછી આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેને કારણે વિસ્તારમાં ચકચાર મચી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉધના પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. શહેર પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ વિશ્લેષણ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીની શોધખોળમાં લાગી ગઈ હતી. ટીમે સતત મોનીટરીંગ અને ચોક્કસ માહિતીના આધારે અંતે વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલને ઝડપી પાડ્યો.
પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવશે. ફરિયાદીની સારવાર ચાલી રહી છે અને હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે.
સુરત શહેર પોલીસ દ્વારા ફરી એક વખત સાબિત થયું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થામાં અડચણ ઉભી કરનાર કોઈપણ આરોપી કાયદાના હાથથી બચી શકશે નહીં.
સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
સબ એડિટર – રજનીશ પાંડે
સુરત, ગુજરાત પ્રવાસી સમાચાર, અમદાવાદ






