સંતરામપુર નગર APMC ખાતે આજે “સહકારથી સમૃદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત વિશાળ સહકારી સંમેલન તેમજ વિસ્તારના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર દ્વારા કરવામાં આવી હતી.




કાર્યક્રમમાં જણાવાયું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં સહકાર ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. સહકાર ક્ષેત્રને મજબૂત બનાવવાના દ્રષ્ટિકોણથી દેશમાં પ્રથમ વખત સહકાર મંત્રાલયની રચના થઈ છે, જેના પરિણામે ગ્રામીણ સ્તર સુધી સહકારી સંસ્થાઓનું નેટવર્ક વધારે વિકસેલું છે. આથી ગુજરાત આજે સહકાર ક્ષેત્રમાં દેશનું અગ્રણી રાજ્ય બનીને ઉભર્યું છે.




અન્ય મહત્વની જાહેરાતમાં જણાવાયું કે દેશને આઝાદીના 75 વર્ષ બાદ પ્રથમ સહકારી યુનિવર્સિટીની ભેટ તરીકે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી મળી છે, જે ગુજરાતના આણંદમાં સ્થાપિત થવાની છે. આ યુનિવર્સિટી સહકાર ક્ષેત્રે સંશોધન, તાલીમ અને આધુનિક શિક્ષણ દ્વારા નવા યુગની શરૂઆત કરશે.






કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ દશરથસિંહ બારીયા, મંડળ પ્રમુખ ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વળવાઈ, તેમજ સંતરામપુર રાજવીશ્રી પરમજયદિત્યસિંહજી પરમાર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ભાઈઓ-બહેનોઆ સમગ્ર કાર્યક્રમનું કાર્યક્રમમાં જોડાયા હતા.
રિપોર્ટિંગ : વનરાજ રાવલ,
સવાદદાતા : પંચમહાલ – મહીસાગર – દાહોદ
સ્થળ : સંતરામપુર APMC