કડાણા તાલુકા। કડાણા તાલુકાના મુનપુર ગામમાં પ્રાથમિક શાળા ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત આજ રોજ વિસ્તારના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરના વરદહસ્તે વિધિવત્ કરવામાં આવ્યું. નવી શિક્ષણ નીતિના ધોરણો મુજબ આધુનિક સુવિધાઓ તથા સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ શાળા ભવન ગામના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાંમાઈલ સ્ટોન સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી.




કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, કડાણા તાલુકા મંડળ મહામંત્રી અજયપાલસિંહ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, સ્થાનિક કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આગેવાનોએ જણાવ્યું કે સરકારના શિક્ષણક્ષેત્રે વિકાસલક્ષી અભિગમને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં શૈક્ષણિક સુવિધાઓસતત મજબૂત બની રહી છે.




શાળા ભવનના નિર્માણથી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, ટેકનોલોજી આધારિત અભ્યાસ અને શૈક્ષણિક પ્રગતિ માટેનો સશક્ત માળખો પ્રાપ્ત થશે. સ્થાનિક લોકોએ આ કાર્યને શિક્ષણના નવા યુગની શરૂઆત ગણાવી શુભેચ્છાઓ વ્યક્ત કરી.
રિપોર્ટ : વનરાજ રાવલ, ગુજરાત પ્રવા્સી ન્યૂઝ






