કડાણા તાલુકા ।
આજ રોજ કડાણા તાલુકાના માલવણ ગામ ખાતે બસ્ટેન્ડ મુખ્ય રસ્તાથી પંચાયત તરફ જતા આર.સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે સત્કાર્ય સાથે કરવામાં આવ્યું.
આ અવસરે ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે ગ્રામ વિકાસ, માર્ગ સુવિધાઓ અને પુરવઠા માળખાની મજબૂતી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ રીતે કાર્યરત છે. નવા રસ્તાના નિર્માણથી ગ્રામજનોને સરળ અને સુરક્ષિત વાહન વ્યવહાર સહીત રોજિંદી સુવિધાઓમાં મહત્વપૂર્ણ વધારો થશે.
ખાતમુહૂર્ત પ્રસંગે કડાણા તાલુકા મંડળ ઉપપ્રમુખશ્રી કેતનભાઈ દાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી બિપીનભાઈ પંચાલ, મુસ્તાકભાઈ શેખ, રમેશભાઈ સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વનરાજ રાવલ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ






