સાવરકુંડલા:
આ પ્રસંગે ચુંવાળિયા કોળી સમાજના કુલ 1,664 તેજસ્વી વિદ્યાર્થીઓ — ધોરણ 1 થી લઈને સ્નાતક, અનુસ્નાતક અને બી.એડ. જેવા ઉચ્ચ અભ્યાસક્રમો સુધીના — ને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. ટ્રસ્ટની આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધારવાનો અને સમાજના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા છે.
સમાજ માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર 32 મુખ્ય દાતાઓને પણ આ અવસર પર સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા. તેમના ઉદાર દાન અને સમર્થનને કારણે આવા કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાઈ શકે છે.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી નરેશભાઈ ધનજીભાઈ મકવાણા (મુરલીભાઈ), ગારીયાધાર હાજર રહ્યા. ઉપરાંત અમરેલી, ખાભા, ધારી, સાવરકુંડલા અને અન્ય વિસ્તારોમાંથી અનેક અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, જેમણે કાર્યક્રમની ગૌરવમાં વધારો કર્યો.
કાર્યક્રમના અંતે 3,000થી વધુ જ્ઞાતિબંધુઓએ એકસાથે ભોજન પ્રસાદનો લાભ લીધો, જે સમાજમાં એકતા અને ભાઈચારો મજબૂત બનાવતો પ્રસંગ બન્યો.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ શ્રી જીતેશભાઈ ધાખડા, ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ સુરાચંદા, મંત્રી શ્રી વાઘજીભાઈ વડેચા, સલાહકાર અને શિક્ષક શ્રી ઉગ્રેજા મિન્ટુભાઈ સહિતની ટીમે વિશેષ મહેનત કરી. ઉપપ્રમુખ દિનેશભાઈ સુરાચંદાએ તમામ મહેમાનો, દાતાઓ અને જ્ઞાતિબંધુઓનો આભાર વ્યક્ત કર્યો.
🖋️ સંવાદાતા — ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ