Homeराजनीतिકપાસ આયાત પર શૂન્ય જકાત નીતિ ખેડૂત વિરોધી : ગુજરાત કોંગ્રેસ

કપાસ આયાત પર શૂન્ય જકાત નીતિ ખેડૂત વિરોધી : ગુજરાત કોંગ્રેસ

અમિતભાઈ ચાવડાનું વડાપ્રધાનને પત્ર – ખેડૂતોને ₹15,000 પ્રતિ ગાંસડી સીધી સહાય આપવાની માંગ

અમદાવાદ :
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા નાણાં મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને કપાસ આયાત પરની શૂન્ય જકાત (Zero Import Duty)ની નીતિનો વિરોધ કર્યો છે.

કોંગ્રેસનો આક્ષેપ છે કે આ નીતિ ખેડૂતોના ખિસ્સામાંથી પૈસા કાઢીને મોટા ઉદ્યોગોને ફાયદો પહોચાડે છે. શૂન્ય જકાતથી કપાસના ભાવમાં 5 થી 6 હજાર રૂપિયા પ્રતિ ગાંસડી સુધી ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાત સહિત દેશના આશરે 50 લાખ ખેડૂતોની આજીવિકા જોખમમાં મુકાઈ છે.

કોંગ્રેસની માંગ છે કે જો સરકાર શૂન્ય જકાતની નીતિ ચાલુ રાખે તો કપાસ વાવેતર કરનાર દરેક પાત્ર ખેડૂતને ₹15,000 પ્રતિ ગાંસડી સીધી સહાય (DBT) આપવામાં આવે.

કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન જયનારાયણ વ્યાસે આક્ષેપ કર્યો કે અમેરિકાના દબાણ હેઠળ આ નિર્ણય લેવાયો છે. અમેરિકા પોતાના ખેડૂતોને ખેતરદીઠ 54 લાખ રૂપિયા સબસીડી આપે છે જ્યારે ભારતમાં માત્ર 40 હજાર રૂપિયા સહાય મળે છે. આવી અસમાન હરિફાઈના કારણે ભારતીય ખેડૂત ટકી શકશે નહીં અને દેશની GDP માં 2 થી 3 ટકા સુધી ઘટાડો થઈ શકે છે.

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અમિતભાઈ ચાવડા સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ, કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી, મીડિયા કન્વીનર ડો. મનીષ દોશી તથા પ્રવક્તા હેમાંગ રાવલ અને હિરેન બેન્કર ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ

RELATED ARTICLES

Most Popular