સંવાદદાતા: નીલ ઓઝા સાથે વિવેક ઉપાધ્યાય ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ |
તારીખ: 13 જુલાઈ 2025
સ્થળ: પોટલિયા ચાર રસ્તા, સરસપુર, અમદાવાદ, ગુજરાત
સરસપુરના પોટલિયા ચાર રસ્તા ખાતે આવેલ સ્વ. અમૃતલાલ મંગલલાલ પાર્ટી પ્લોટ પર ચોંકાવનારો દ્રશ્ય જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દેખરેખ હેઠળ ચાલતા આ પ્લોટમાં 24 કલાક સુરક્ષા ગાર્ડ હોવા છતાં મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલોના ઢગલાં જોવા મળ્યા છે.
વિશિષ્ટ સૂત્રો મુજબ:
આ વિસ્તાર મ્યુનિસિપલટી હેઠળ આવે છે, છતાં અહીં નિયમિત દેખરેખ, સફાઈ વ્યવસ્થા કે મલેરિયા રોકથામના પ્રયાસો જોવા મળતા નથી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે જ્યાં કચરો હોય અથવા મ્યુનિસિપલ હોલ હોય ત્યાં જવાબદારી નિભાવતા કોઈ અધિકારી કે ગાર્ડ દેખાતા જ નથી.
મહત્વપૂર્ણ મુદ્દો:
કહેવાય છે કે અહીં 24 કલાક ગાર્ડ નિમવામાં આવ્યો છે, જેને ફક્ત ₹12,000 માસિક પગાર આપવામાં આવે છે. આ પગારમાં સતત ચોવીસ કલાક ફરજ કરાવવી – એ માત્ર શ્રમ શોષણ નથી, પણ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતા પર પણ સવાલ ઊભા કરે છે.
શરાબના ઢગલાં જોવા મળવાનું અર્થ એ થાય છે કે –
“અથવા તો ગાર્ડ ફરજ પર નહોતો, અથવા તો તેણે પોતાની ફરજ વિમુખ રીતે નિભાવી.”
મૂળ પ્રશ્ન:
24 કલાક સુરક્ષા હોવા છતાં આ હકીકતો જોવા મળે છે તો જવાબદારી કોની છે?
શું તંત્રની આંખો મીંચાયેલી છે?
કે પછી કોઇ અંદરખાને મિલીભગત ચાલી રહી છે?
ગુજરાત પ્રવાસી ન્યૂઝની તજવીજ:
🔹 આ ઘટનાની તાત્કાલિક તપાસ થવી જોઈએ
🔹 જવાબદાર અધિકારીઓ અને ગાર્ડ/ઠેકેદાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે
🔹 આ પ્રકારની શરાબ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઉત્સાહ આપનારને કડક સજા મળે
🔹 જાહેર સ્થળોની નિયમિત દેખરેખ માટે કડક નીતિ બનાવવી જરૂરી છે
🔸 નીલ ઓઝા
🔸 વિવેક ઉપાધ્યાય
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ