આણંદ | 9 જુલાઈ 2025
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહત્વપૂર્ણ માર્ગ સમાન ગણાતો મહિસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે એક ગંભીર દુર્ઘટના ઘટી છે. બ્રિજનો મોટો ભાગ તૂટી પડતાં ચારથી વધુ વાહનો નદીમાં ખાબક્યા છે, જેના પગલે કેટલાક લોકોના મૃત્યુ થયાની આશંકા છે, જ્યારે કેટલાંકને ઈજા પહોંચી છે.
સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરોના જણાવ્યા અનુસાર, બ્રિજ ઘણાં સમયથી જર્જરિત હાલતમાં હતો. અનેક વખત તંત્રને રિપેરિંગ અને નવા બ્રિજની માંગ કરવામાં આવી હતી છતાં સરકાર અને તંત્ર દ્વારા કોઈ ગંભીર પગલાં નહીં લેવાતા આજે આ દુર્ઘટના સર્જાઈ છે.
🛟 રેસ્ક્યૂ કાર્ય ઝડપથી શરૂ
દુર્ઘટનાની જાણ થતા તરત NDRF અને સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલ સુધીમાં ત્રણથી ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. મૃત્યુના સચોટ આંકડા માટે તંત્ર તરફથી સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.
⚠️ લોકોમાં રોષ અને ભય
“તંત્રે સમયસર પગલાં લીધા હોત તો આજની દુર્ઘટના ટાળી શકાતી. હવે સરકારે જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.”
અહિના નાગરિકોમાં ભયનો માહોલ છે અને તેઓ ભવિષ્યમાં આવી બનાવો ન બને તે માટે ન્યાય અને જવાબદારીની માંગ કરી રહ્યાં છે
.
📌 રિપોર્ટર: નીલ વિજય ઓઝા
📰 ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ